પ્રધાનમંત્રીએ સંત રવિદાસની પ્રતિમાને શ્રદ્ધાસુમન કર્યા અર્પણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વારાણસીથી કૃષી કાયદા વિશે કહ્યુ હતુ કે નવા નિયમો ખેડુતોના હીતમા છે...વિરોધીઓ પર ભ્રમ ફેલાવાનો તેમણે આરોપ લગાવ્યો હતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વારાણસીથી કૃષી કાયદા વિશે કહ્યુ હતુ કે નવા નિયમો ખેડુતોના હીતમા છે...વિરોધીઓ પર ભ્રમ ફેલાવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. તેમણે વધુમા કહ્યુ, કે તેમની સરકારનો ટ્રેક રેકોર્ડ હંમેશા ખેડુતોના હીતમા રહ્યો છે. દેવ દિવાળી અને ગુરૂ નાનક જયંતિ પ્રસંગે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના પ્રવાસે હતા. પ્રધાનમંત્રીએ દીવડા પ્રગટાવી પ્રકાશપર્વની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે ગંગા નદીના બંન્ને કાંઠે 11 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. ઠેર-ઠેર રોશનીના કારણે રાજઘાટ પર અદભૂત નજારો જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે દેવો આજે પણ વારાણસીમાં દિવાળી મનાવી રહ્યા છે. કોરોના કાળમાં પણ કાશી જીવંત હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું. આ અગાઉ પ્રધાનમંત્રી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગંગા નદીમાં ક્રુઝ દ્વારા, ડોમરી ઘાટથી લલિતા ઘાટ સુધીની મુસાફરી કરી હતી. લલિતા ઘાટથી તેમનો કાફલો વિશ્વનાથ મંદિરે પહોંચ્યો હતો. જ્યાં પ્રધાનમંત્રીએ બાબા વિશ્વનાથની પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ મંદિર કોરીડોરના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે પ્રધાનમંત્રીએ કાશી મંદિરોથી જોડાયેલા પાવન પથ વેબ પોર્ટલની શરૂઆત કરાવી હતી. આ અગાઉ પ્રધાનમંત્રીએ રૂપિયા 2 હજાર 447 કરોડના ખર્ચે બનેલા સિક્સ લેન રાષ્ટ્રીય ધોરી માર્ગ-19ને રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. આ અવસરે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બાબા વિશ્વનાથના આર્શિવાદથી આજે આ સિક્સ લેન હાઈ-વેનું નિર્માણ કરાયું છે. આ સાથે છેલ્લા 6 વર્ષમાં કાશીમાં હજારો કરોડના પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. હાઈ-વે સિક્સ લેન થતાં વારાણસી, લખનઉ અને ગોરખપુરની મુસાફરી સરળ બનશે. તેમજ 70 કિલોમીટરથી વધુની મુસાફરી સરળ અને ઝડપી બનશે
