જમ્મુ-કાશ્મીરના 'તહેરીક-એ-હુર્રિયત' સંગઠનને ગેરકાયદેસર જાહેર કરાયું
Live TV
-
ગૃહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીરના 'તહેરીક-એ-હુર્રિયત સંગઠન પર દેશ વિરોધી ગતિવિધી કરવા બદલ ગેરકાયદેસર જાહેર કરેલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના જણાવ્યા અનુસાર આ સંગઠન અલગતાવાદને વેગ આપવા, ભારત વિરોધી પ્રચાર , અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હતી. આ સંગઠન નો મુખ્ય ઉદ્દેશય જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવાનો અને જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાનો હતો.
કેન્દ્ર સરકારની ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ અને જમ્મુ કાશમીર રાજ્યમાં આતંકવાદી ગતિનિધી પર રોક લગાવવાના હેતુ થી તહેરીક-એ-હુર્રિયત સંગઠનને ગેરકાયદેસર જાહેર કરાયું
