જમ્મુ-કાશ્મીરના નૌગામ સેક્ટરમાં સેનાએ પાકિસ્તાની બોર્ડર એક્સચેન્જ ટીમની ઘુસણખોરીની કોશિશને નિષ્ફળ
Live TV
-
ફાયર કવરની ટૂકડી ગીચ જંગલનો ફાયદો ઉઠાવી આગળની ચોકી ઉપર હુમલો કરવાની ફીરાકમાં હતી. ઘુસણખોરીની કોશિશ નિષ્ફળ બનાવતા સેનાના જવાનોએ બે ઘુસણખોરોને ઠાર માર્યા છે.
જમ્મુ - કાશ્મીરના નૌગામ સેક્ટરમાં સેનાએ પાકિસ્તાની બોર્ડર એક્સચેન્જ ટીમની ઘુસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી છે. ફાયર કવરની ટૂકડી ગીચ જંગલનો ફાયદો ઉઠાવી આગળની ચોકી ઉપર હુમલો કરવાની ફીરાકમાં હતી. ઘુસણખોરીની કોશિશ નિષ્ફળ બનાવતા સેનાના જવાનોએ બે ઘુસણખોરોને ઠાર માર્યા છે. શોધખોળ અભિયાન દરમિયાન સેનાની ટૂકડીએ મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો કબજે કર્યો છે. સરહદ ઉપર વારંવાર ઘુસણખોરોની કોશિશો કરવામાં આવતી રહે છે. જેમાં પાકિસ્તાની બોર્ડર એક્સચેન્જ ટીમ ઘુસણખોરોને મદદ કરતાં હોવાનું બહાર આવ્યું છે. હાલની ઠંડીની સીઝનમાં બરફ વર્ષાના કારણે માર્ગ ઉપર બરફ વર્ષા થઈ રહી છે. આવી સીઝનનો લાભ લેવાની પાકિસ્તાન દ્વારા કોશિશ કરાતી હોય છે. સેનાની ટૂકડીએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી કોમ્બિંગ શરૂ કર્યું છે.
