દિવસભરમાટે રહી રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત
Live TV
-
વર્ષ 2018ના અંતિમ દિવસે સંસદના બંને ગૃહમાં જોરદાર હંગામો થયો હતો. વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભામાં તીન તલાક ઉપર ચર્ચા થઈ શકી ન હતી. વિપક્ષે હંગામો કર્યો હતો. અને તેમણે આ વિધેયક પ્રવર સમિતિમાં મોકલવાની માંગ કરતો રહ્યો હતો. સંસદીય કાર્ય રાજ્યમંત્રી વિજય ગોયલે કહ્યું કે, સરકાર વિધેયક ઉપર ચર્ચા માટે તૈયાર છે. જોકે, હોબાળો ચાલુ રહ્યો હતો. જેના પગલે દિવસભર ગૃહની કાર્યવાહી સ્થગીત કરવામાં આવી હતી. અને વિધેયક ઉપર ચર્ચા થઈ શકી નહીં.
લોકસભામાં પણ વિપક્ષી દળના સાંસદોએ વિવિધ મુદ્દે શોરબકોર કર્યો હતો. જે દરમિયાન વર્ષ 2018-19 માટેની અનુદાન માંગોને ચર્ચા બહાલી આપવામાં આવી હતી. લોકસભામાં સમુચીત ખર્ચની અનુદાનની પૂરક માંગની મંજૂરી આપવામાં આવી હતી. ભારતીય ચિકિત્સા પરિષદ સુધારા વિધેયક મંજૂર કર્યું છે. તેમાં ભારતીય ચિકિત્સા પરિષદ કાયદો 1956માં સુધારો કર્યો છે. જે ભારતીય ચિકિત્સા પરિષદ સુધારા અધ્યાદેશ 2018નું સ્થાન લેશે. આ વિધેયકનો ઉદ્દેશ ભારતમાં ચિકિત્સા શિક્ષણ નિયામક વ્યવસ્થાનું પુનઃ ગઠન કરવાનું છે.
