Skip to main content
Settings Settings for Dark

બંધારણની મર્યાદામાં રહીને જ રામમંદિરનો આવી શકે છે ઉકેલ - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઈકને મુદ્દે જણાવ્યું હતું કે, આ જોખમી અભિયાન હતું પરંતુ દેશ ખાતર તે પગલું લેવામાં આવ્યું હતું

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ,વર્ષ 2019 ના પ્રથમ દિવસે એક સમાચાર એજન્સી , ને મુલાકાત આપતાં ,અનેક મુદ્દે સ્પષ્ટતાઓ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ,રામમંદિર નિર્માણ મુદ્દે ,સ્પષ્ટતા કરી હતી કે, રામ મંદિર મુદ્દે ચાલી રહેલી ,કાનૂની પ્રક્રિયા પૂરી થયા પછી જ, વટહુકમ વિશે ,વિચારવું સંભવ છે. પ્રધાનમંત્રીએ ,કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા ,કે, તેના વકીલો સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મુદ્દે આવનારા ચૂકાદાને અવરોધવા અને ટાળવા ,પ્રયાસ કરી રહ્યાં છે.રાફેલ મુદ્દે સ્પષ્ટતાં કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આક્ષેપ તેમના પર નહીં પણ ,સરકાર પર છે. તેમણે ધારદાર રીતે કહ્યું હતું કે, આક્ષેપ કરનારાને ,આરોપ સિદ્ધ કરવા શા માટે કહેવાતું નથી ?

    તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઈકને મુદ્દે જણાવ્યું હતું કે, આ જોખમી અભિયાન હતું પરંતુ દેશ ખાતર તે પગલું લેવામાં આવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યુ ંહતું કે, વિરોધપક્ષ સર્જિકલ સ્ટ્રાઈલ સામે પ્રશ્ન ઉઠાવે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે અને સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે રાજનિતીકરણ યોગ્ય નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, સરકારને સર્જીકલ સ્ટ્રાઈક કરવા ગયેલા સૈનિકોની પણ ચિંતા હતી..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, નોટબંધી અને જીએસટીના અમલને કારણે ,વિકાસની ગતિ સાધારણ ઘટી હતી ,પરંતુ આ પગલાંને કારણે જ ,અર્થતંત્ર મજબૂત બન્યું છે.તેમણે કહ્યું કે, નોટબંધી એ આંચકો નહોતો અને કાળાનાણાને અંકુશમાં લેવા પણ નોટબંધીથી મદદ મળી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply