જમ્મુ કાશ્મીરના પ્રવાસે રક્ષા મંત્રી રાજનાથ સિંહ
Live TV
-
શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ,વિવિધ યોજનાનું કર્યું લોકાર્પણ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરના એક દિવસના પ્રવાસે હતા. દ્રાસમાં તેઓએ કારગિલ વિજયની વીસમાં વર્ષગાઠ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી..રક્ષામંત્રીએ સૈનિકો સાથે વાત કરી અને સરહદ પરની સુરક્ષાની સમીક્ષા કરી.ત્યારબાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ જમ્મુના કઠુઆ પહોંચ્યા હતા..જ્યા તેઓએ નદી પર બનેલા પુલનું લોકાર્પણ કર્યુ..આ સમયે તેઓએ એક જનસભાને પણ સંબોધન કર્યું..અને કહ્યું કે, જમ્મુ કાશ્મીરના લોકોને જે સમસ્યા નડી રહી છે તેને લઇને તેઓ આગળ આવે..વધુમાં તેમણે દેશમાં વધતા જતા રસ્તાઓના નિર્માણ અંગે કહ્યું કે, કેન્દ્ર સરકાર દેશના વિકાસ માટે કટિબદ્ધ છે.
