દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષીતના પાર્થિવ દેહના આજે નિગમ બોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
Live TV
-
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષીતના અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ શિલા દિક્ષીતનું શનિવારે નિધન થયું હતું. આ પૂર્વે બપોરે શીલા દિક્ષિતના નિઝામુદ્દીન સ્થિત નિવાસથી તેમના પાર્થિવ દેહને કોંગ્રેસ મુખ્યાલય અકબર રોડ લવાયો હતો. પાર્ટી કાર્યકર્તા અને સામાન્ય જનતા દ્વારા અંતિમ દર્શન બાદ તેમના અંતિમ સંસ્કાર માટે પાર્થિવ દેહને નિગમ બોધ ઘાટ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં દેશના વિવિધ પક્ષના નેતાઓએ પહોંચી શ્રદ્ધાંજલી અર્પી હતી. તેઓ 1998થી વર્ષ 2013 સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શિલા દિક્ષિતના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, તેમને રાજધાનીમાં કરેલા મહત્વપૂર્ણ વિકાસ કાર્ય માટે યાદ કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષીતના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિલા દિક્ષીતના નિવાસ સ્થાને તેમને ભાવભરી શ્રદ્ધાંજલી અર્પી હતી. તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ નિગમ બોધ ઘાટ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહનસિંહ, રક્ષામંત્રી રાજનાથસિંહ અને યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી, અહમદ પટેલ સહિત તમામ નેતાઓએ શિલા દિક્ષિતને શ્રદ્ધાંજલી અર્પી હતી. વરિષ્ઠ ભાજપ નેતા સુષ્મા સ્વરાજ તેમજ ડી.રાજા સહિત તમામ દળોના નેતાઓએ શિલા દિક્ષિતને શ્રદ્ધાંજલી અર્પી હતી.
