Skip to main content
Settings Settings for Dark

દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ માંગીરામ ગર્ગનું નિધન

Live TV

X
  • દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ માંગીરામ ગર્ગનું રવિવારે સવારે અવસાન થયું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બિમાર હતા. માંગીરામ ગર્ગ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વર્ષ 2003માં પ્રથમવાર જીત્યા હતા. ભાજપની સ્થાપના સમયથી તેઓ પાર્ટી સાથે જોડાયેલા હતા. તેઓ પાર્ટીમાં ખજાનચી, જિલ્લા અધ્યક્ષ અને 1997માં ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ તરીકે રહ્યા હતા. પાર્ટીએ તેમને લોકસભા ચૂંટણી 2019માં પાર્ટીને મજબૂત કરવાની જવાબદારી સોંપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માંગીરામ ગર્ગના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે, ગર્ગે દિલ્હીમાં ભાજપને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના કાર્યોને વર્ષો સુધી યાદ કરાશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply