જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળના જવાનોએ ત્રણ આતંકીને કર્યા ઠાર
Live TV
-
જમ્મૂ કાશ્મીરમાં શનિવારે મોડી રાતે આતંકવાદીઓએ શ્રીનગરના પંથાચોક ખાતે એક CRPF પોઇન્ટ પર ગોળીબાર કરતાં અથડામણ સર્જાઇ હતી. અથડામણમાં સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
જમ્મૂ કાશ્મીરમાં શનિવારે મોડી રાતે આતંકવાદીઓએ શ્રીનગરના પંથાચોક ખાતે એક CRPF પોઇન્ટ પર ગોળીબાર કરતાં અથડામણ સર્જાઇ હતી. અથડામણમાં સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જમ્મુ - કાશ્મીર પોલીસના એક સહાયક સબ ઇન્સપેક્ટર પણ અથડામણમાં શહીદ થયા હતા. મૃતક ત્રાસવાદીઓની ઓળખ થવાની હજી બાકી છે. ઓપરેશન હજી ચાલુ છે. તે અરસામાં BSFને ગઇકાલે ભારે સફળતા મળી હતી. જમ્મૂના સાંભા જિલ્લામાં ભારત પાક આંતરરાષ્ટ્રી સરહદેથી , BSFને એક tunnel મળી આવી હતી. 150 યાર્ડની લંબાઇ ધરાવતી આ tunnel, ઝીરો લાઇન સુધી પહોંચતી હતી. સુરંગના મુખને રેતી ભરેલી થેલીઓથી ઢાંકવામાં આવ્યું હતું.
