મધ્યપ્રદેશના નવ જિલ્લાના 394થી વધુ ગામમાં પુરની અસર
Live TV
-
મધ્યપ્રદેશના નવ જિલ્લાના 394થી વધુ ગામમાં પુરે આફત સરજી છે. રાજ્યમાં પુરને કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે. અત્યારસુધીમાં સાત હજાર લોકોનું સુરક્ષિત સ્થાને સ્થળાંતર કરવામાં આવ્યું છે. પુર પીડિતોની સહાયતા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત થઇ ચુકી છે.
મધ્યપ્રદેશના નવ જિલ્લાના 394થી વધુ ગામમાં પુરે આફત સરજી છે. રાજ્યમાં પુરને કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે. અત્યારસુધીમાં સાત હજાર લોકોનું સુરક્ષિત સ્થાને સ્થળાંતર કરવામાં આવ્યું છે. પુર પીડિતોની સહાયતા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત થઇ ચુકી છે. કેટલાક સ્થાનેથી પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા સૈન્યને કામે લગાડવામાં આવ્યું છે. છીંદવાડામાં પુરના પાણીમાં ફસાયેલા પાંચ લોકોને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. હોશંગાબાદ, સિહોર અને રાયસેન જિલ્લાના અનેક ગામો પુરપ્રકોપનો સામનો કરી રહ્યા છે. સૈન્ય હેલિકોપ્ટર્સની મદદથી અહીં સહાયતા પહોંચાડવામાં આવી રહી છે. ઝાંસી અને રાયપુરમાં પણ સૈન્ય હોલિકોપ્ટર્સ તૈનાત છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પુર અસરગ્રસ્ત વિસ્તારોનું ગઇકાલે હવાઇ સર્વેક્ષણ કર્યું હતું. તેમણે વહીવટીતંત્રને પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં હરસંભવ મદદ પહોંચાડવા આદેશ આપ્યા છે.
