Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ના પ્રાવધાનને નાબૂદ કરવાના સંકલ્પને સંસદમાં મળી મંજૂરી

Live TV

X
  • રાજ્યસભા પછી આજે લોકસભાએ પણ આપી મંજૂરી.ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, 370 કાશ્મીરને ભારતથી જોડતા અટકાવે છે જે અડચણ આજે દૂર થઈ. લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે પૂર્વોતર રાજ્યોને આપ્યો વિશ્વાસ- કહ્યું અનુચ્છેદ 371 ને હટાવવાનો ઈરાદો નથી- ઘાટીના લોકો સાથે દિલ લગાવી કરીશું આ અંગે ચર્ચા-લોકસભા અનિશ્ચિતકાળ સુધી સ્થગિત.

    ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન વિધેયક રજૂ કર્યું હતું. ગૃહમાં ચર્ચાને અંતે ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપ્યા પછી બિલ પસાર થયું હતું. અનુચ્છેદ 370 ને નિષ્પ્રભાવી કરવાની જોગવાઈ ધરાવતા આ બિલની તરફેણમાં 370 અને વિરૂદ્ધમાં 70 મત પડ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કલમ 370 જમ્મુ-કાશ્મીરને ભારતથી જોડતા અટકાવતી હતી. કલમ 370ની નાબૂદી તે સાંપ્રદાયિક એજન્ડા નથી. આ બિલ રાજ્યસભામાં આ પહેલા પસાર થઈ ચૂક્યું છે. લોકસભાએ આજે જમ્મુ-કાશ્મીર રીઝર્વેશન બિલ -2019 ને પણ મંજૂરી આપી હતી. પરંતુ ગૃહમંત્રીએ બિલ પસાર થયા પછી તેને પરત ખેંચ્યું હતું. સ્પીકર ઓમ બિરલાએ તે સાથે 17 મી લોકસભાના પ્રથમ સત્રની સમાપ્તિની જાહેરાત કરી હતી. તેમણે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત થયાની જાહેરાત કરી હતી. સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, આ સત્ર તે 1952 થી અત્યાર સુધીના સત્રોમાં સ્વર્ણિમ સત્ર રહ્યું. આ સત્રમાં સૌથી વધુ 36 બિલ પસાર થયા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply