પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે આજે અંતિમ સંસ્કાર
Live TV
-
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું ગઈકાલે મોડી રાતે એઇમ્સમાં નિધન થયું છે. હાર્ટ એટેકના કારણે તેઓનું નિધન થયું હતું. તેઓ 67 વર્ષના હતા. તેઓ પ્રથમ વખત અંબાલાની સીટ ઉપરથી ચૂંટણી જીતીને સૌથી યુવાન સાંસદ બન્યા હતા. તેઓ સામાન્ય નાગરિકો અને સોશિયલ મીડિયામાં તેઓ ખૂબ લોકપ્રિય રહ્યા હતા. તેઓ સાત વખત સાંસદ બન્યા હતા. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. તેમના નિવાસ સ્થાને લોકોના દર્શનાર્થે તેમના પાર્થિવ દેહને રાખવામા આવ્યો છે. પૂર્ણ રાજકીય સન્માનની સાથે આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જે. પી નડ્ડાએ તેમના અંતિમ સંસ્કાર અંગે અંગેની જાણકારી આપી હતી.
-સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો છે. પૂર્ણ રાજકીય સન્માનની સાથે આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
-આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિડલા, કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી તેમજ ગિરિરાજ સિંહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના વરિષ્ઠ નેતાઓ તેમના નિવાસસ્થાને પહોંચીને સુષ્માજીના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલી આપી હતી.
-આ ઉપરાંત બીજેપીના સિનિયર નેતા બલબીર પૂંજ તેમજ સમાજવાદી પક્ષના સ્થાપક મુલાયમસિંહ યાદવ અને કોંગ્રેસનાં ઓમાન ચાંડી, ભાજપના સિનિયર નેતા મેનકા ગાંધી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલી આપી હતી.
-આમઆદમી પાર્ટીના સંસ્થાપક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, અને સંજય સિંઘ પણ સુષ્માજીના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.
-ભાજપના સિનિયર નેતા શેટ્ટે તેમજ મેનકા ગાંધી અને સમાજવાદી પાર્ટીના સિનિયર નેતા રામ ગોપાલ યાદવે શ્રદ્ધાંજલી આપી હતી.
-ભાજપના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી અરુણ જેટલીએ ટ્વીટ કરીને સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલી આપી હતી.
-કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંઘ, સોનિયા ગાંધી અને રાજીવ શુક્લા એ સુષ્મા સ્વરાજના અંતિમ દર્શન કરી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. આ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ સદગતના અંતિમ દર્શન કરી શ્રધ્ધાજંલિ પાઠવી હતી.
