Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ લોકસભામાંથી પણ પસાર

Live TV

X
  • લોકસભામાં બિલની તરફેણમાં 370 અને વિરુદ્ધમાં 70 મત પડ્યા

    ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન વિધેયક રજૂ કર્યું હતું. ગૃહમાં ચર્ચાને અંતે ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપ્યા પછી બિલ પસાર થયું હતું. અનુચ્છેદ 370 ને નિષ્પ્રભાવી કરવાની જોગવાઈ ધરાવતા આ બિલની તરફેણમાં 370 અને વિરૂદ્ધમાં 70 મત પડ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કલમ 370 જમ્મુ-કાશ્મીરને ભારતથી જોડતા અટકાવતી હતી. કલમ 370ની નાબૂદી તે સાંપ્રદાયિક એજન્ડા નથી. આ બિલ રાજ્યસભામાં આ પહેલા પસાર થઈ ચૂક્યું છે. લોકસભાએ જમ્મુ-કાશ્મીર રીઝર્વેશન બિલ -2019 ને પણ મંજૂરી આપી હતી. પરંતુ ગૃહમંત્રીએ બિલ પસાર થયા પછી તેને પરત ખેંચ્યું હતું. સ્પીકર ઓમ બિરલાએ તે સાથે 17 મી લોકસભાના પ્રથમ સત્રની સમાપ્તિની જાહેરાત કરી હતી. તેમણે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત થયાની જાહેરાત કરી હતી. સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, આ સત્ર તે 1952 થી અત્યાર સુધીના સત્રોમાં સ્વર્ણિમ સત્ર રહ્યું. આ સત્રમાં સૌથી વધુ 36 બિલ પસાર થયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિલ લોકસભામાં પસાર થતાં ટિવટ કરીને જણાવ્યું હતું કે, એકતા અને અંખડિતતા માટે સમગ્ર દેશ એક જોવા મળ્યો.તેમણે લદાખની પ્રજાને અભિનંદન આપ્યા હતા. તેમણે કશ્મીરના યુવાનોને મુખ્યધારામાં લાવવાની પ્રતિબદ્ધા જાહેર કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply