જમ્મુ-કાશ્મીરમાં આજે પંચાયત ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન
Live TV
-
પાંચ હજાર 951 ઉમેદવાર મેદાનમાં
જમ્મુ-કાશ્મીરમાં આજે પંચાયત ચૂંટણીના પહેલા તબક્કા અંતર્ગત મતદાન હાથ ધરાશે. આ તબક્કામાં 536 સરપંચ હલ્ક માટે 427 ઉમેદવાર જ્યારે ચાર હજાર 48 પંચ બોર્ડ માટે પાંચ હજાર 951 ઉમેદવાર મેદાનમાં છે. મતદાનવાળા ક્ષેત્રોમાં સલામતિનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે અને મતદાન સવારે આઠ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી હાથ ધરાશે. મતદાન પુરૂ થયા બાદ તરત જ મતગણતરી પણ શરૂ થઈ જશે. પહેલા તબક્કામાં કિશ્તવાડ જિલ્લાના પાંચ પંચાયત બ્લોકમાં જ્યારે ડોડા અને ઉધમપુરમાં ચાર-ચાર તેમજ કઠુઆ, રાજૌરી, રામબન અને પૂંચ જિલ્લામાં બે-બે પંચાયત બ્લોકમાં મતદાન થશે.
