Skip to main content
Settings Settings for Dark

માલદીવઃ ઈબ્રાહમ મહોમ્મદ સોલિહના શપથગ્રહણમાં PM મોદી રહ્યા હાજર 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવની રાજધાની પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ ઈબ્રાહમ મહોમ્મદ સોલિહના શપથગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, તેઓ નવી સરકારને ભારતના એ નિશ્ચયથી અવગત કરાવશે કે તેઓ માલદીવને વિકાસની પ્રાથમિકતા પૂરી પાડવા માટે મદદ કરવા ઈચ્છુક છે. 

    તેમણે જણાવ્યું હતું કે, ભારત વિશેષ રૂપે માળખાગત સુવિધા, સ્વાસ્થ્ય- સંભાળ, સંચાર અને માનવ સંસાધન વિકાસ જેવા ક્ષેત્રોમાં માલદીવને સહાય કરી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત માલદીવને એક સ્થિર, લોકત્રાંતિક, ખુશહાલ અને શાંતિપૂર્ણ ગણરાજ્યના રૂપમાં જોવા ઈચ્છે છે. 

    શ્રી સોલિહે સપ્ટેમ્બરમાં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને હરાવીને રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની જીત પર કહ્યું હતું કે, ચૂંટણીઓથી લોકતંત્ર, કાયદાનું શાસન અને સમૃદ્ધ ભવિષ્ય પ્રત્યે લોકોની સામૂહિક આકાંક્ષાઓનો ખ્યાલ આવે છે. 

    માલદીવમાં સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણથી લોકતંત્ર પુનઃસ્થાપિત થશે અને ભારત માટે મોટી રાજદ્વારી સિદ્ધિ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ માલદીવની પ્રથમ મુલાકાત છે. જેમાં ભારત અને માલદીવના સંબંધોના એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply