માલદિવ્સમાં રાષ્ટ્રપ્રમુખ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહનો શપથગ્રહણ સમારોહ, PM આપશે હાજરી
Live TV
-
શપથ સમારોહ પૂરા થયા બાદ સોલિહ સાથે પ્રધાનમંત્રીની ભારત અને માલદિવના સંબંધોમાં ,નવા અધ્યાયની શરૂઆત થશે
પાડોશી પહેલાની નીતિને આગળ ધપાવતા ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માલદિવ્સના રાષ્ટ્રપ્રમુખ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે જશે.માલદિવ્સમાં તાજેતરમાં જ થયેલી ચૂંટણીમાં સોલિહના પક્ષનો વિજય થયો હતો અને ત્યારબાદ તેમણે પ્રધાનમંત્રી મોદીને ,શપથ સમારોહમાં આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું.પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની આ પહેલી માલદિવ્સ મુલાકાત છે. શપથ સમારોહ પૂરા થયા બાદ ,સોલિહ સાથે પ્રધાનમંત્રીની, ભારત અને માલદિવના સંબંધોમાં ,નવા અધ્યાયની શરૂઆત થશે. પ્રધાનમંત્રીની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ સચિવ સહિત ,ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ પણ જશે.
