જમ્મુ-કાશ્મીરમાં કિશ્તવાડ પાસે સેનાનુ હેલિકોપ્ટર ક્રેશ થયુ
Live TV
-
જમ્મુના કિશ્તવાડમાં સેનાનું ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાયલોટ સહિત બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરમાં 3 લોકો સવાર હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું તે કિશ્તવાડનો ખૂબ જ દૂરનો વિસ્તાર છે. છેલ્લા બે-ત્રણ દિવસથી અહીં અવાર-નવાર વરસાદ પડી રહ્યો હતો. સેનાના ત્રણ અધિકારીઓ હેલિકોપ્ટરમાં જઈ રહ્યા હતા ત્યારે આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ માટે બચાવ ટુકડીઓ રવાના કરવામાં આવી છે.
