Skip to main content
Settings Settings for Dark

Go First એરલાઈને 9 મે સુધી ફ્લાઈટો રદ કરી

Live TV

X
  • એન્જિન સપ્લાયર પ્રેટ એન્ડ વ્હિટની દ્વારા એન્જિનની ડિલિવરી ન કરવાને કારણે એરલાઈને 9 મે સુધી તેની ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી હતી. ગો ફર્સ્ટએ 15 મે સુધી ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. અગાઉ કંપનીએ માત્ર ત્રણ દિવસ માટે ફ્લાઈટ્સનું સંચાલન બંધ કર્યું હતું. જોકે નાણાકીય કટોકટીનો ઉકેલ ન આવવાના કારણે ગો ફર્સ્ટની મુશ્કેલીઓ વધી છે.

    DGCAએ અગાઉ 3 મે થી 5 મે સુધીની ફ્લાઈટ્સ રદ કરવા માટે એરલાઈનને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. આ નોટિસનો જવાબ મળ્યા પછી DGCA એ કહ્યું કે તે ગો ફર્સ્ટ દ્વારા અચાનક કામગીરી સ્થગિત કર્યા બાદ મુસાફરોને થતી અસુવિધાને ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે.

    ઉલ્લેખનીય છે કે, કંપનીએ નાદારી કાર્યવાહી હેઠળ સરકારને કટોકટીમાંથી બહાર કાઢવાની માંગ પણ કરી છે. આવી સ્થિતિમાં, મુસાફરોએ તેમની ટિકિટના રિફંડની માંગ કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે. હવે એવિએશન રેગ્યુલેટર  DGCAએ આ અંગે આદેશ જારી કર્યો છે. DGCAએ કહ્યું છે કે, ગો ફર્સ્ટએ મુસાફરોને રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply