જમ્મુ-કાશ્મીરમાં ધબકતુ થયુ, સોમવારથી ખુલશે શાળા-કોલેજો
Live TV
-
આવતી કાલથી શ્રીનગરમાં ફોન સેવા કાર્યરત થશે. ત્યાર બાદ ધીરે ધીરે બાકી જગ્યાએ ફોન શરૂ થશે
જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ ઝડપથી સુધરી રહી છે. જમ્મુ-કાશ્મીર સરકાર તરફથી એક પત્રકાર પરિષદ કરીને ત્યાંની વર્તમાન સ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી હતી. ત્યાના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે 22માંથી 12 જિલ્લામાં સંપૂર્ણ રીતે સ્થિતિ સામાન્ય છે. અત્યાર સુધીમાં કોઇના મૃત્યુ થયા નથી. કે કોઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા નથી. તેમણએ કહ્યું કે ધીરે ધીરે પ્રતિબંધ દૂર કરાશે. સોમવારથી સ્કુલ-કોલેજ શરૂ થઇ જશે. આ સાથે આવતી કાલથી શ્રીનગરમાં ફોન સેવા કાર્યરત થશે. ત્યાર બાદ ધીરે ધીરે બાકી જગ્યાએ ફોન શરૂ થશે.
