જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય, 50 હજાર લેન્ડલાઈન શરૂ
Live TV
-
રાજ્યમાં ક્રમબદ્ધ રીતે પ્રતિબંધો દૂર કરવામાં આવી રહ્યા છે. કાશ્મીર ઘાટીમાં 50 હજાર લેન્ડ લાઈન ફોન શરૂ કરવામાં આવ્યા છે. સોમવારથી શ્રીનગરમાં 190 શાળાઓ પણ ખૂલી જશે.
જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ ઝડપથી સુધરી રહી છે. જમ્મુ-કાશ્મીર સરકાર તરફથી એક પત્રકાર પરિષદ કરીને ત્યાંની વર્તમાન સ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી હતી. ત્યાના રાજ્યપાલના સલાહકાર રોહિત કંસલે જણાવ્યું હતું કે પબ્લીક પરિવહન, લોકોની જીવન જરૂરિયાત માટે અવર જવર એરપોર્ટ માટેના રસ્તા ખોલી દેવામાં આવ્યાં છે.
જમ્મુના પાંચ જિલ્લાઓમાં 2જી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ શરૂ કરવાની સાથે સાથે 35 અન્ય ક્ષેત્રોમાંથી પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. સરકારી કર્મચારીઓને પોત પોતાના કાર્યાલયોમાં જવા માટે છૂટ આપવામાં આવી છે.
ધીરે ધીરે કાશ્મીરમાંથી પ્રતિબંધ દૂર કરવામાં આવી રહ્યા છે અને તેના કારણે જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. જો કે પ્રતિબંધ હટાવ્યા બાદ પણ આવતીકાલથી આવતા કાશ્મીરી હાજીઓને કોઈ તકલીફ ન થાય તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
