દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ, પહાડી રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ
Live TV
-
દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. દેશના રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
કેરળમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાતા NDRFની ટીમ સતત લોકોના બચાવ કાર્યમાં જોડાયેલી છે. કેરળના કોચીમાં તો 9 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે.
લોકોને પહાડી વિસ્તારોમાં પ્રાથમિક જરૂરિયાતો માટે હાલાકી ભોગવવી પડી રહી છે. તો મોટાભાગની નદીઓ અને તળાવો છલકાતાં કેટલાક ગામો સંપર્કવિહોણા બની રહ્યા છે. એનડીઆરએફની ટીમ દ્વારા પહાડી વિસ્તારોમાં લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગની વેબસાઈટની માહિતી પ્રમાણે છેલ્લા 72 કલાકમાં વિશ્વના 15 સ્થળો પર ભારે વરસાદ નોંધાયો છે, જેમાં 8 માત્ર ભારતના છે. ગુજરાતના કચ્છના નલિયામાં પણ 10 ઈંચ વરસાદ નોંધાયો છે.
