રક્ષામંત્રી રાજનાથસિંહની પાકિસ્તાનને કડક ચેતવણી
Live TV
-
પાકિસ્તાન સાથે હવે વાત થશે તો POK મુદ્દે જ : રાજનાથસિંહ
હરિયાણામાં આગામી વિધાનસભા ચૂંટણીઓને પગલે ભારતીય જનતા પાર્ટીએ પ્રચારનું રણશિંગુ ફૂંકી દીધુ છે. જે અંતર્ગત ,સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ,પંચકુલાનાં કાલકા સંસદીય વિસ્તારમાં ,જન આશીર્વાદ યાત્રાને સંબોધન કરતા ,પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું ,કે, જમ્મુ કાશ્મીરનાં વિકાસ માટે ,કલમ 370 નાબૂદ કરાઈ છે. પાકિસ્તાનને ચેતવણી આપતા, રાજનાથસિંહે જણાવ્યું કે, પહેલા આતંકવાદનું સમર્થન બંધ કરો ,પછી જ બંને દેશો વચ્ચે વાતચીત થશે. સાથે જ તેમણે ઉમેર્યું ,કે જો પાકિસ્તાન સાથે વાતચીત થશે, તો તે હવે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર જ ,થશે. બીજા કોઈ મુદ્દે વાત નહીં થાય.
