પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતાનના પ્રવાસેથી ભારત આવવા રવાના
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની ઐતિહાસિક ભૂતાન યાત્રા બાદ સ્વદેશ આવવા માટે રવાના થઈ ગયા છે. પીએમની યાત્રાથી ભારત અને ભૂતાનના પ્રાચીન સંબંધોને નવી દિશા મળી છે.
પીએમ મોદીએ રાષ્ટ્રીય સ્મારક ચોર્ટેનની મુલાકાત લીધી હતી. ભૂતાનના પ્રસિદ્ધ સ્થળોમાંથી એક ડ્રક ગ્યાલપોની યાદમાં બનાવવામા આવ્યું હતું. જે વિશ્વ શાંતિને સમર્પિત છે. પીએમ મોદીએ અહીં બૌદ્ધ પરંપરા અનુસાર પૂજા વિધિ કરી હતી. આ ઉપરાંત તેઓ વિપક્ષના નેતા પેમા ગેમાત્સો સાથે પણ મુલાકાત કરી હતી.
યાત્રા દરમ્યાન પ્રધાનમંત્રીને ભૂતાનવાસીઓનો અપાર પ્રેમ મળ્યો હતો અને પારંપરિક સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમના અભિવાદન માટે રસ્તા પર લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભૂતાનના પ્રધાનમંત્રી લેટે શેરિંગે પ્રધાનમંત્રી મોદીને વિદાય આપવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજધાની થિમ્પૂમાં આવેલી રોયલ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમની સાથે ભૂતાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગ પણ ઉપસ્થિત રહ્યા હતાં,. રોયલ યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી મોદીએ ભારત અને ભૂતાન વિશેના સંબંધો અને ઉજળા ભવિષ્ય વિશે વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ હતું.
