જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકી ઠાર
Live TV
-
અવંતીપુરા અને શોપિયામાં સુરક્ષાદળોનું ઓપરેશન યથાવત્
જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના ત્રલ વિસ્તારમાં અને શોપીયામાં એક એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બન્ને સ્થળોએ ચાલી રહેલા અભિયાનમાં બે-બે અજાણ્યાં આતંકવાદીઓને ઓપરેશન ટુકડીએ ઠાર માર્યા છે. પોલીસ અને સુરક્ષાદળના જવાનોનું આ સંયુકત ઓપરેશન ગઇ કાલથી ચાલી રહ્યું છે. આ બન્ને જગ્યાએ ચાલી રહેલા ઓપરેશનની વધુ વિગતો મેળવાઇ રહી છે.
