પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડનાં પીએમ વચ્ચે વર્ચ્યુઅલ શિખર સમ્મેલન યોજાયુ
Live TV
-
સંબંધોને વધુ મજબુત બનાવવાની નવી પધ્ધતીઓ ઉપર પણ વિચારણા કરવામાં આવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી સાથે એક વર્ચુઅલ શિખર સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલન સંગઠીત ચૂંટણીમાં પ્રધાનમંત્રી રુટે હોલની જીત બાદ યોજાયુ છે શીખર સંમેલન દરમિયાન બન્ને નેતા દ્વિપક્ષીય સંબંધો ઉપર વિસ્તારથી ચર્ચા કરી અને સંબંધોને વધુ મજબુત બનાવવાની નવી પધ્ધતીઓ ઉપર પણ વિચારણા કરવામાં આવી. સાથે સાથે પરસ્પર હિતોના ક્ષેત્રીય વૈશ્વિક હિતો ઉપર વાત વીત કરવામાં આવી.
ભારત અને નેધરલેન્ડ લોકશાહી, કાયદાકીય વ્યવસ્થા અને સ્વતંત્રતાના યોગ્ય મુલ્યો દ્વારા સૌહાદપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધોને આગળ વધારે છે. યુરોપ મહાદ્વિપના નેધરલેન્ડમાં મોટી સંખ્યામાં ભારતીયો વસવાટ કરે છે. બન્ને દેશો વચ્ચે જળપ્રબંધન, કૃષીની સાથે ફુડપ્રોસેસીંગ, સ્વાસ્થય સ્માર્ટ શહેરો અને શહેરી વાહન વ્યવહાર, વિજ્ઞાનની સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, નવિ કરણીય ઉર્જા અને અંતરીક્ષ ક્ષેત્રો સહિત વ્યાપક સહયોગ થઇ શકે છે.
ભારત નેધરલેન્ડનો ત્રીજો મોટો નિકાસકાર હોવા સાથે બન્ને દેશ ભરપૂર આર્થિક ભાગીદારી કરી રહ્યો છે ભારતમાં 200 થી વધુ વેક્સ કંપની આવેલી છે. જ્યારે નેધરલેન્ડમાં પણ સમાન સંખ્યામાં ભારતીય કંપની કામ કરી રહી છે.
