નાગપુરની કોવિડ હૉસ્પિટલમાં આગ લાગતા 4 લોકોના મોત ; પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યુ
Live TV
-
નાગપુરની ખાનગી કોવિડ હોસ્પિટલમાં ગઇકાલે રાત્રે આગ લાગી હતી. જેમાં 4 લોકોનું મૃત્યુ થયું છે. વાડી વિસ્તારમાં આવેલી આ ખાનગી કોવિડ હોસ્પિટલના ચોથા માળે આઇસીયુમાં આગ લાગી હતી.આ મામલે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે.ઉલ્લેખનીય છે કે ઘટના સમયે 10 જેટલા દર્દીઓ ત્યાં સારવાર લઇ રહ્યા હતા. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.
