પશ્ચિમ બંગાળમાં આજે ચોથા તબક્કાનું મતદાન શરૂ
Live TV
-
પશ્ચિમ બંગાળમાં આજે ચોથા તબક્કાનું મતદાન શરૂ થયુ છે. 5 જિલ્લાઓ માટે 44 બેઠક પર વોટિંગ હાથ ધરાયુ છે. સવારે 7 વાગ્યાથી લઇને સાંજના 6-30 કલાક સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે. મતદાન માટે 12 હજાર 310 જેટલા બુથ ઉભા કરાયા છે. આ ઉપરાંત કોરોના સંક્રમણથી બચવા માટે સરકારી ગાઇડ લાઇન્સનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાઓને મતદાન કરવા માટે અપીલ કરી છે. તો સાથે જ મહિલાઓને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આગળ આવવા જણાવ્યું છે.
