દેશમાં કોવિડના કુલ કેસોની સંખ્યા 1 કરોડ, 32 લાખ, બે હજારને પાર
Live TV
-
છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં કોવિડના એક લાખ, 44 હજાર, 829 નવા કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 1 કરોડ, 32 લાખ, બે હજાર, 733 થઈ છે. આજ સમયગાળામાં કોવિડના 77 હજાર, 199 દર્દીઓ સાજા થતાં કોવિડને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા વધી 1 કરોડ, 19 લાખ, 87 હજાર, 940 થઈ છે.અત્યારે દેશમાં કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 10 લાખ, 40 હજાર, 993 થઈ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 773 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 1 લાખ, 68 હજાર, 467 થયો છે.આ દરમિયાન ગુજરાતમાં ગઇકાલે સતત બીજા દિવસે કોવિડના ચાર હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ચાર હજાર 541 કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા ત્રણ લાખ 37 હજાર 15 થઈ છે. આજ સમયગાળામાં કોવિડના બે હજાર 280 દર્દીઓ સાજા થતાં કોવિડને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા વધી ત્રણ લાખ 9 હજાર 626 થઈ છે અને કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 91.87 ટકા થયો છે.
