Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીર: જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીના ચોથા તબક્કાનું આજે મતદાન

Live TV

X
  • જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીના ચોથા તબક્કાનું આજે મતદાન થઇ રહ્યું છે. 82 મહિલા ઉમેદવારોની સાથે કુલ 249 ઉમેદવારનું ભાવિ આજે EVMમાં કેદ થશે. બોડોલેન્ડ ક્ષેત્રીય પરિષદની પહેલા તબક્કાની ચૂંટણીનું મતદાન પણ આજે, ઉદાગુડીની 10 બેઠક, બક્સાની 11 બેઠક પર મતદાન થશે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે પ્રશાસને સંપૂર્ણ તૈયારી કરી.

    જમ્મુ-કાશ્મીરમાં આજે ડીડીસી ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. જેમાં કાશ્મીરમાં કુલ 17 સીટો પર અને જમ્મુમાં કુલ 17 સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં કુલ 249 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેમા 138 કાશ્મીરમાં જ્યારે 111 જમ્મુથી ચૂંટણી લડી રહ્યા છે. કુલ 7 લાખ 17 હજાર 322 મતદાતા આજે પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મતદાન માટે 1910 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે. આ સાથે સરપંચોની 50 ખાલી સીટો અને 216 પંચોની ખાલી બેઠકો માટે પેટાચુંટણી આજે યોજાઇ રહી છે. વિવિધ સુરક્ષા સાથે આ ચૂંટણી પર ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. કોવિડને ધ્યાને લઇને ખાસ સંભાળ રાખવામાં આવી રહી છે. મતદારો માટે મતદાન કેન્દ્રો ઉપર વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન છેલ્લે 4 ડિસેમ્બરના રોજ યોજવામાં આવ્યું હતું. બોડોલેન્ડ ક્ષેત્રીય પરિષદની પહેલા તબક્કાની ચૂંટણીનું મતદાન પણ આજે, ઉદાગુડીની 10 બેઠક, બક્સાની 11 બેઠક પર મતદાન થશે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે પ્રશાસને સંપૂર્ણ તૈયારી કરી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply