Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ આગ્રા મેટ્રો પરિયોજના નિર્માણનું ખાતમુહૂર્ત કર્યું

Live TV

X
  • આગ્રા ખાતે આજે 12 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી આગ્રા મેટ્રો પરિયોજના નિર્માણનું ખાતમુહૂર્ત કર્યું . ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહીત આવાસ અને શહેરી બાબત મંત્રી હરદીપસિંહ પુરી પણ આપી હાજરી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આગ્રા મેટ્રો રેલ પરિયોજના નિર્માણ કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજના થકી આગ્રા વિકાસ યુગનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. આ કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આગ્રા પાસે પુરાતન ઓળખ છે. તેમા આધુનીકતા જોડાઇ રહી છે. આ યોજનાથી સ્માર્ટ સગવડતાઓ જોડાઇ રહી છે. 8 હજાર કરોડ કરતા વધુ રકમની આ યોજના કાર્યરત થશે ત્યારે આગ્રા તેમજ આજુબાજુના વિસ્તારમાં પરિવહનના નવા પ્રાણ ફુકશે. ગત 6 વર્ષમાં જે ઝડપથી મેટ્રો રેલ ઉપર કામ થયું તે સરકારની ઓળખ અને પ્રતિબધ્ધતા દર્શાવે છે. સરકાર દ્વારા આ યોજનાને સાકાર કરવા નાણાકીય વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે દેશના ઇન્ફ્રાસ્ટ્રકચર સારા બનાવવા સમગ્ર દુનિયામાંથી રોકાણ લાવવા જરૂરી પગલાઓ ભરવામાં આવી રહ્યાં છે. સારા માળખાનો સીધો લાભ પ્રવાસન ક્ષેત્રને મળે છે. આ વિચાર સાથે દેશ લોકલ ટુરીઝમ માટે વોકલ કરવા અનેક સ્થળે કામ ચાલી રહ્યાં છે. સરકારે ઇ-વીઝા સ્કીમમાં અનેક દેશોને સામેલ કર્યા છે. આ ઉપરાંત હોટલોના ટેક્ષ ધટાડીને સ્પર્ધાત્મક બનાવવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશના અનેક શહેરોમાં પાણી, સાર્વજનીક ટોઇલેટો તૈયાર કરાયા છે. શ્રેષ્ઠ વ્યવસ્થાપન માટે ખાનગી એકમોને મદદ આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમના અંતમાં બોલતા પ્રધાનમંત્રીએ ખાસ ઉલ્લેખ કરી કહ્યું હતું કે કોરોનાની રસીની રાહ જોવાઇ રહી છે. પરંતુ સંક્રમણના બચાવ માટે આપણી સાવધાનીમાં કોઇ ગફલત ન રહેવી જોઇએ. તેમણે લોકોને માસ્ક પહેરવુ, બે મીટરનું અંતર જાળવવા ખાસ આગ્રહ કર્યો હતો.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ રોજ 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમ દ્વારા આગ્રા મેટ્રો પરિયોજના નિર્માણનું ખાતમુહૂર્ત કર્યું. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબત મંત્રી હરદીપસિંહ પુરી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવો પણ આગ્રાના 15 બટાલિયન પીએસી પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં પોતાની ઉપસ્થિતિ આપી.
    આગ્રા મેટ્રો પરિયોજનામાં કુલ 29.4 કિ.મી.ની લંબાઈવાળા 2 કોરિડોરનો સમાવેશ થાય છે અને આ તાજમહેલ, આગ્રા કિલ્લો, સિકંદ્રા જેવા મુખ્ય પર્યટક આકર્ષણોને રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સાથે જોડે છે. આ પરિયોજનાથી આગ્રા શહેરની 26 લાખની વસ્તીને ફાયદો થશે અને દર વર્ષે આગ્રાની મુલાકાત લેનારા આશરે 60 લાખથી વધુ પ્રવાસીઓની પણ પૂર્તિ કરવામાં આવશે. આ ઐતિહાસિક શહેર આગ્રાને પર્યાવરણને અનુકૂળ માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ પ્રદાન કરશે. આ પરિયોજનાનો અંદાજિત ખર્ચ રૂપિયા 8,379.62 કરોડ છે. આ પરિયોજના આવનારા 5 વર્ષમાં પૂર્ણ થવાનું કહેવામાં આવ્યું છે.

    આ અગાઉ 8મી માર્ચ 2019ના રોજ પ્રધાનમંત્રીએ ‘સીસીએસ એરપોર્ટથી મુન્શીપુલીયા’ સુધીના સમગ્ર 23 કિમી લાંબા ઉત્તર-દક્ષિણ કોરિડોર પર લખનઉ મેટ્રોની વ્યાપારી કામગીરી શરૂ કરવાની સાથે-સાથે આગ્રા મેટ્રો પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply