Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં પાંચ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ

Live TV

X
  • આજ સવારે દિલ્હી પોલીસના સ્પેશીયલ સેલે પાંચ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી. બાતમીના આધારે શંકાસ્પદ વિસ્તારમાં તપાસ કરતા આતંકી શખ્સો અને પોલીસ વચ્ચે અથડામણ બાદ પાંચની ધરપકડ કરી.

    આજ સવારે દિલ્હી પોલીસના સ્પેશીયલ સેલે પાંચ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી. જે પૈકી 2 આતંકીઓ પંજાબના, જ્યારે 3 આતંકીઓ કશ્મીરના હોવાનું સામે આવ્યું છે. હાલ દિલ્હી અને દેશભરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં આતંકી ગતિવિધિ થઈ શકે છે, તેવા દિલ્લી પોલીસને ઈનપુટ મળ્યા હતા.જે અંગે ગંભીરતા દાખવતા દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન પાંચ શંકાસ્પદોને દિલ્લીના શકરપુર વિસ્તારમાં ધરપકડ કરી છે. તેઓ પાસેથી સશ્ત્રો અને અન્ય શંકાશીલ વસ્તુઓ મળી આવી છે. હાલ પાંચેય શખ્સોની સધન પુછપરછ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસને થોડાક સમય પહેલા બાતમી મળી હતી કે આતંકી પ્રવૃતી સાથે જોડાયેલી વ્યક્તિઓ દિલ્હીમાં પ્રવેશ્યા છે અને તેઓ મોટી ઘટનાને અંજામ આપે તેવી શક્યતા છે. ત્યારે પોલીસ તાબડતોડ એક્શનમાં આવી ગઈ હતી અને શકરપુર વિસ્તારમાં ગઈ હતી. જ્યાં આ શંકાસ્પદ વ્યક્તિઓ સાથે અથડામણ પણ થઈ હતી અને આખરે પોલીસે પાંચે શખ્સોને ઝડપી પાડ્યા હતા. દિલ્હી પોલીસ દ્વારા હાલ આ અંગે વધારે તાપસ ચાલી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply