જમ્મુ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક વિકાસ યોજનાઓની મુકી આધારશીલા
Live TV
-
જમ્મુ ખાતે રાજ્ય માટે ઉપયોગી એવી 5 વિકાસ યોજનાઓની આધારશીલા મુકી હતી અને લોકાપર્ણ કર્યું હતું અને એઈમ્સ ભવનનો શીલાન્યાસ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ - કાશ્મીરની મુલાકાતે છે. જેમાં બીજા તબક્કામાં તેઓએ જમ્મુ ખાતે રાજ્ય માટે ઉપયોગી એવી 5 વિકાસ યોજનાઓની આધારશીલા મુકી હતી અને લોકાપર્ણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ જમ્મુ કાશ્મીર ખાતે એઈમ્સ ભવનનો શીલાન્યાસ કર્યો હતો. નવા એઈમ્સ ભવનના નિર્માણથી જિલ્લા અને રાજ્યમાં સ્વાસ્થ્ય પ્રશિક્ષણ, સેવા અને તાલીમમાં સુધારો થશે. ઉપરાંત કિસ્તવાડ ખાતે 624 મેગાવોટ વિજળી પેદા થતી વિદ્યુત પરિયોજનાનો ચિનાબ નદી ખાતે શિલાન્યાસ કર્યો હતો. ઉપરાંત સજવાલ ખાતે 1640 મીટર લાંબા બે લેનના પુલ નિર્માણની આધારશીલા રાખી હતી. આ પુલ નિર્માણ બાદ સજવાલ અને ઈન્દ્રીપટ્ટન વચ્ચે અંતર ,માત્ર પાંચ કિલોમીટર જેટલું રહેશે. જે પહેલા 47 કિલોમીટર હતી. આ સાથે રાષ્ટ્રીય નદી સંરક્ષણ પરિયોજના અંતર્ગત દેવીકા અને તાવી નદી ખાતે પ્રદુષણ દૂર કરવા માટે એક પરીયોજનાની આધારશીલા રાખી. આશા રાખવામાં આવે છે કે આ પરીયોજના બાદ બંને નંદીના પાણીની ગુણવત્તામાં સુધારો થશે અને પાણી પ્રદુષણ મુક્ત બનશે. આ સાથે કઠુઆ ખાતે આઈઆઈએમસી લોકાપર્ણ કર્યું. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંભામાં એક રેલીને સંબોધતા કહ્યું કે કાશ્મીરી પંડીતોના અધિકાર અને માન માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે.
