પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો લેહ વિશ્વવિદ્યાલયનો શીલાન્યાસ
Live TV
-
લેહ વિશ્વવિદ્યાલયએ લદાખ વિશ્વવિદ્યાલય અધિનીયમ 2018 અંતર્ગત સ્થાપના થનાર પ્રથમ વિશ્વવિદ્યાલય બનશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના એક દિવસના પ્રવાસે આજે લેહ - લદ્દાખ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે લેહ વિશ્વવિદ્યાલયનો શીલાન્યાસ કર્યો. લેહ ખાતે શરૂ થનાર આ પ્રથમ વિશ્વવિદ્યાલય હશે. જેની લદાખ વિશ્વવિદ્યાલય અધિનીયમ 2018 અંતર્ગત સ્થાપના કરવામાં આવશે. લેહ ખાતે વિશ્વવિદ્યાલયનું મુખ્ય મથક બનશે. આ વિદ્યાલય બન્યા પછી જિલ્લા અને રાજ્યનાં હજારો વિદ્યાર્થીઓને તેનો ફાયદો મળશે તેવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી હતી. આ પૂર્વે પ્રધાનમંત્રીએ 220 કેવી શ્રીનગર - અલુસ્ટેંગ - ડ્રેસા - કારગીલ - લેહ ટ્રાન્સમીશન સિસ્ટમ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ સાથે ,પ્રધાનમંત્રીએ લદ્દાખમાં નવો ટૂરિસ્ટ અને ટ્રેકિંગ રૂટ ખૂલ્લો મૂક્યો હતો. લેહ - લદ્દાખની દેશ સહિત અન્ય ભાગોમાં કનેક્ટિવીટી વધશે, પર્યટન વિકસશે અને યુવાનોને શિક્ષણ માટે વધુ સુવિધા મળશે.
