સીમાંચલ એક્સપ્રેસને બિહારના સોનપુર ખાતે નડ્યો અકસ્માત
Live TV
-
સોનપુરમાં મધ્ય રાત્રીએ 3 વાગ્યાને 58 મિનિટે આ દુર્ઘટના ઘટી હતી.આ દુર્ઘટનામાં છ ના મૃત્યુ થયા છે અને 36 થી વધુ લોકોને ઈજાઓ થઈ છે
બિહારના સોનપુર ખાતે સીમાંચલ એક્સપ્રેસ ટ્રેનના 11 ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટનામાં છ ના મૃત્યુ થયા છે અને 36 થી વધુ લોકોને ઈજાઓ થઈ છે. સોનપુરમાં મધ્ય રાત્રીએ 3 વાગ્યાને 58 મિનિટે આ દુર્ઘટના ઘટી હતી. ટ્રેન જોગબનીથી આનંદ વિહાર આવી રહી હતી. પાટા પરથી ઉતરી પડેલા ડબ્બામાં 1 જનરલ, 3 એસી, 3 સ્લીપર અને અન્ય 2 કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેનમાં કુલ 23 ડબ્બા હતા. રાહત અને બચાવની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. બચાવ કાર્યમાં NDRFની ટીમની સાથે સ્થાનિક લોકો પણ મદદે દોડી આવ્યા હતા. તંત્ર દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યો છે. આ સાથે રેલ મંત્રાલય દ્વારા મૃતકોના પરિવાર જનોને પાંચ લાખ રૂપિયાની સહાય જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને એક લાખની સહાય જ્યારે સામાન્ય ઈજગ્રસ્તને રૂપિયા 50 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
