CBIના નવા વડા તરીકે ઋષિકુમાર શુક્લાની પસંદગી
Live TV
-
આખરે CBIના વડાની નિયુક્તિ કરી દેવામાં આવી છે. 1983 બેંચના અધિકારી ઋષિકુમાર શુક્લાની સીબીઆઇના વડા તરીકે પસંદગી કરવામાં આવી છે. તેઓ મધ્યપ્રદેશના ડીજી પણ રહી ચૂક્યાં છે. સીબીઆઇના વડા માટે અનેક નામોના તર્ક વિતર્ક વચ્ચે છેલ્લે ઋષિકુમાર શુક્લાની વરણી કરવામાં આવીહતી. આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચેના કલહ બાદ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુ્પ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે આલોક વર્માની અન્યત્ર બદલી કરી દીધી હતી.જેને કારણે નારાજ થયેલા આલોક વર્માએ પોતાના પદ પરથી રાજીનામુ ધરી દીધું હતું.
