Skip to main content
Settings Settings for Dark

બિહારના સોનપુર ખાતે ટ્રેન અકસ્માતમાં 6 લોકોના મોત

Live TV

X
  • બિહારના સોનપુર ખાતે સીમાંચલ એક્સપ્રેસ ટ્રેનના 11 ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા છે. જેના પગલે રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં સાતના મૃત્યુ થયા છે અને નવથી વધુ લોકોને ઈજાઓ થઈ છે. સોનપુરમાં મધ્ય રાત્રીએ 3 વાગ્યાને 58 મિનિટે આ દુર્ઘટના ઘટી હતી. ટ્રેન જોગબનીથી આનંદ વિહાર આવી રહી હતી. પાટા પરથી ઉતરી પડેલા ડબ્બામાં 3 જનરલ, 3 એસી અને 3 સ્લીપર કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેનમાં કુલ 23 ડબ્બા છે. અંધારૂં હોવાથી બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા છે. NDRFની ટીમની મદદ લેવાઈ રહી છે. કેટલાક લોકો ઈજાગ્રસ્ત બન્યા છે, પરંતુ તેની સમાચાર માહિતી પ્રાપ્ત થઈ નથી. તબીબોની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply