પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ગાપુરમાં રેલ્વે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પોતાના પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન અહીંના દુર્ગાપુરમાં રેલ્વે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. પ્રધાનમંત્રીએ અહી 294 કિલોમીટર લાંબી અંડાલ-સેંથિયા-પાકુર-માલદા તથા ખાના-સેંથિયા રેલ સેક્શનના વિદ્યુતિકરણનું કાર્ય રાષ્ટ્રને સમર્પિત કર્યુ હતુ. આ વિદ્યુતિકરણને કારણે ઉત્તર પૂર્વ ભારતમાં કોલસા, પત્થરની ચિપ્સના પરિવહનમાં સરળતા રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ તકે હિજલી-નારાયણગઢ સેક્સન પર ત્રીજી રેલ લાઈન પણ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. દુર્ગાપુરમાં એક જનસભાને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, તમારો પ્રેમ મારી તાકાત છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા ઝડપની વાત કરતા જણાવ્યુ કે, તમારુ બલિદાન વ્યર્થ જશે નહિં. તેમણે હાલની સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે, અહીની સરકાર વિકાસના કામોને લઈ ગંભીર નથી. બંગાળમાં આ વખતે પરિવર્તન થઈને રહેશે, જે સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે. જ્યારે અમારી સરકાર પૂર્વી ભારતના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
