પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમબંગાળના ઠાકુરનગરમાં જાહેરસભાને સંબોધી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે પશ્ચિમ બંગાળની મુલાકાતે હતા. પશ્ચિમબંગાળના ઠાકુરનગરમાં જાહેરસભાને સંબોધતા તેમણે બંગાળી ભાષામાં લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઠાકુરનગરની પવિત્ર ધરતીને પ્રણામ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ઈતિહાસમાં ઠાકુરનગર ક્રાંતિવીરોની ધરતી રહ્યું છે. બજેટમાં ધરતીપુત્રોને આપવામાં આવેલી રાહત અંગે તેમણે જણાવ્યું હતું કે, ઈતિહાસમાં પ્રથમ વખત ખેડૂતોના લાભ માટે જાહેરાત થઈ છે. 12 કરોડ ખેડતોને આ બજેટનો લાભ મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ત્રણ કરોડથી વધુ જનધન ખાતાઓ ખુલ્લા છે. ખેડૂતોના ખાતામાં સીધે સીધા રૂપિયા જમા થશે.
