જમ્મૂ-કાશ્મીરના પુલવામાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
Live TV
-
જમ્મૂ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આજે વહેલી સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જિલ્લાના બનહાફિસ ગામમાં 2થી 3 આતંકવાદીઓ છૂપાયા અંગેની જાણકારી મળતાં જ સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા હતા. જેમાં ચાર આંતકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. સુરક્ષાદળો દ્વારા તપાસ અભિયાન ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. અગાઉ સુરક્ષાદળોએ તપાસ અભિયાન ચાલું કરતાં આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેના જવાબમાં સુરક્ષાદળોએ કરેલા ગોળીબાર ચાર આંતકી ઠાર મરાયા હતા.
