પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશમાં વારાણસી અને ગાજીપુરની મુલાકાતે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશમાં વારાણસી અને ગાજીપુરની મુલાકાતે જશે. પીએમ મોદી વારાણસીમાં રાષ્ટ્રીય બીજ સંશોધન અને પરિક્ષણ કેન્દ્રના પરિસરમાં આંતરરાષ્ટ્રીય ચાવલ સંશોધન સંસ્થાન દક્ષિણ એશિયા ક્ષેત્ર કેન્દ્ર રાષ્ટ્રને સમર્પિત કરશે. આ કેન્દ્રની સ્થાપના ફિલિપાઈન્સના સહયોગથી કરવામાં આવી છે. ભારતના પૂર્વ હિસ્સામાં સૌ પ્રથમ સ્થાપિત આ કેન્દ્રમાંથી આ વિસ્તામાં ચોખાનું ઉત્પાદન વધારવા અને તેને ટકાઉ બનાવવામાં મદદ મળવાની આશા છે. અહીં સંશોધન માટે કાલા નમક, સોનાચૂર, રાજરાણી, બાદશાહભોગ જેવી ચોખાની દેશી જાતોને પસંદ કરવામાં આવી છે. ચોખાની આ પ્રકારની જાતનો અહીં વિકાસ કરવામાં આવશે. પ્રધાનમંત્રી સાથે સાથે ગાજીપુરની પણ મુલાકાત લેશે જ્યાં તેઓ મહારાજા સુહેલદેવની યાદમાં ટપાલ ટિકિટનું અનાવરણ કરશે અને જનસભાને પણ સંબોધશે
