પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંદામાન-નિકોબાર ટાપુ સમૂહની યાત્રા પર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંદામાન-નિકોબાર ટાપુ સમૂહની યાત્રા પર પોર્ટબ્લેર પહોંચી ગયા છે.પ્રધાનમંત્રી તરીકે આ તેમની અંદામાન-નિકોબારની પ્રથમયાત્રા છે.પીએમ કાર નિકોબારમાં ત્સુનામી સ્મારકની મુલાકાત લેશે અને પુષ્પાંજલિ અર્પણ કરશે.પીએમ વોલ ઓફ સોલ્સ જશે અને ત્યા એક સ્મારકની આધારશિલા રાખશે.આ ઉપરાંત અરોંગમાં એક ઔધોગિક તાલીમ સંસ્થાનું લોકાર્પણ કરશે.તેઓ અહીં કેટલાક માળખાગત યોજનાઓનું ખાતમુહૂર્ત કરશે.અને જનસભાને પણ સંબોધશે.ત્યાર બાદ પ્રધાનમંત્રી પોર્ટબ્લેયરમાં શહીદ સ્તંભને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.અને શહેરની સેલ્યુલર જેલની મુલાકાત લેશે.પ્રધાનમંત્રી પોર્ટબ્લેયરના સાઉથ પોઈન્ટ પર હાઈ માસ્ટ ધ્વજ ફરકાવશે સાથે.સુભાષચંદ્ર બોઝ દ્વારા ભારતની ધરતી પર તિરંગો લહેરાવવાની 75મી વર્ષગાંઠ પર સ્મૃતિ ટપાલ ટિકિટ અને ફર્સ્ટ ડે કવરનું અનાવરણ કરશે.
