જરૂરી ન હોય તેવા આદેશો કાશ્મીરમાંથી પરત ખેંચવા SCએ કેન્દ્રને કર્યો આદેશ
Live TV
-
સર્વોચ્ચ અદાલતે જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 દૂર કર્યા બાદ રાજયમાં લાગુ કરેલા વિવિધ પ્રતિબંધો સામે થયેલી પિટિશન અંગે સુનવણી બાદ ચુકાદો આપ્યો છે. તેમા જણાવાયુ છે કે રાજય સરકાર બિનજરૂરી તમામ આદેશ તુરંત પરત ખેચે.
સુપ્રિમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ઈન્ટરનેટ અનિશ્ચિત સમય સુધી પ્રતિબંધિત કરી શકાય નહી. અદાલતે અવલોકન કર્યું હતું કે કલમ 144ને વારંવાર લાગુ કરવું તે કલમનો દુરૂપયોગ છે. સુપ્રીમ કોર્ટે વધુમાં ઉમેર્યયું હતું કે સરકાર જે પ્રતિબંધો લગાવે તેના આદેશ જાહેર કરવા પડશે અને તેના કારણોની સ્પષ્ટતા કરવી પડશે.
તો લોકો પણ તે આદેશને પડકારી શકશે. અદાલતે જણાવ્યું કે ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ ન લગાવી શકાય. સુપ્રીમ કોર્ટે ઇન્ટરનેટ પર પ્રતિબંધ અને કલમ 144 લાગુ કરી તેની સમીક્ષા કરવા સમિતિની રચના કરવાની પણ વાત કરી હતી.
