જી-20 દેશોના વાણિજ્ય મંત્રીઓની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે લીધો ભાગ
Live TV
-
ભારતે જી-20 દેશોને કોવિડ-19નો સામનો કરવા જરૂરી દવાઓ, ઉપચાર અને વેક્સિન સસ્તા દરે ઉપલબ્ધ કરાવવાનો માર્ગ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ગઇકાલે જી-20 દેશોના વાણિજ્ય મંત્રીઓની બેઠકમાં વીડિયો કોન્ફરન્સિંગની મદદથી ભાગ લીધો હતો.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કોવિડ -19 સંકટ સમયે પારદર્શક રીતે સહયોગ આપીને વૈશ્વિક ભાગીદારી ઉભી કરવા પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે ભારતે આ સંકટની ઘડીમાં વસુધૈવ કુટુંમ્બકમની ભાવનાને સાકાર કરતાં વિશ્વના 120 દેશોને દવા ઉપલબ્ધ કરાવીને પોતાની ભૂમિકા નિભાવી છે. વાણિજ્યમંત્રીએ દવા અને આવશ્યક ચીજવસ્તુની સપ્લાય ચેઇનમાં ભારતને પણ સામેલ કરવા અનુરોધ કર્યો હતો.
