જી-20 સંમેલનનું સમાપન, 'સૌનો સાથ, સૌનો વિકાસ' મંત્રની ગૂંજ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-20ની સફળ બેઠક બાદ સ્વદેશ પરત ફર્યા
જાપાનના ઓસાકા ખાતે જી-20 શિખર સંમેલનનું સમાપન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-20ની સફળ બેઠક બાદ સ્વદેશ પરત ફર્યા હતા. પ્રધાનમંત્રીએ સંમેલનમાં 20થી વધુ બેઠકોમાં ભાગ લીધો હતો. તેમાં જી- ટ્વેન્ટી શિખર સંમેલન ઉપરાંત નવ દ્વિ-પક્ષીય અને બે ત્રિ-પક્ષીય બેઠકનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રીએ જી-ટ્વેન્ટી બહુપક્ષીય બેઠકમાં પણ ભાગ લીધો હતો. આ શિખર સંમેલનના બીજા અને અંતિમ દિવસે વિશ્વના નેતાઓએ સમાનતા તથા સમાવેશી મુદ્દા પર ચર્ચા કરી હતી.જી-20 શિખર સંમેલનના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન વેપાર રોકાણ અને પરસ્પર હિતોથી જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી હતી
