Skip to main content
Settings Settings for Dark

જે.પી.નડ્ડાએ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી નારાજગી દર્શાવી

Live TV

X
  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી દર્શાવી નારાજગી

    ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે  દેશ કોરોના સામે પૂરા જોશથી લડી રહ્યો છે ત્યારે વિપક્ષી પાર્ટી લોકોમાં ભ્રમ ફેલાવવાનું કામ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે  વિપક્ષ રાજકીય લાભ લેવા માટે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે.   જે.પી. નડ્ડાએ ભાર પૂર્વક જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં  વિશ્વના અન્ય વિકસિત દેશોની જેમ  ભારતે રસીકરણ અભિયાન શરૂ કરી દીધું હતું.  અને આ મહામારીને પહોંચી વળવા   પ્રધાનમંત્રી દરેક રાજ્યના મુખ્યમંત્રી સાથે મળીને કામ કરી રહ્યા છે.  સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના અંગે વિપક્ષની ટીકાનો જવાબ આપતા જે.પી. નડ્ડાએ જણાવ્યું હું કે પરિયોજના  યૂપીએ  શાસનકાળ દરમિયાન લોકસભા અધ્યક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીને આધારે જ શરૂ કરવામાં આવી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply