જે.પી.નડ્ડાએ ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો
Live TV
-
પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનવા બદલ હું તેમને શુભેચ્છા પાઠવું છું-પ્રધાનમંત્રી
ભાજપના વરિષ્ઠ નેતા જે. પી. નડ્ડાએ ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. તેઓ નવી દિલ્હીના ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જયાં ગૃહમંત્રી તેમજ પાર્ટી અધ્યક્ષ અમિત શાહે તેમને આવકાર્યા હતા. નોંધનીય છે કે, ગત રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ તેમને ટવિટ દ્વારા શુભેચ્છા પાઠવી હતી કે જે.પી. નડ્ડા પાર્ટીના મહેનતુ કાર્યકર્તા છે જે પોતાના પરિશ્રમ અને સંગઠનાત્મક કૌશલ્યના બળે આગળ આવશે. પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનવા બદલ હું તેમને શુભેચ્છા પાઠવું છું