Skip to main content
Settings Settings for Dark

જે.પી.નડ્ડા અને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ બે દિવસ ગોવાના પ્રવાસે

Live TV

X
  • ગોવામાં થનારી વિધાનસભાની ચૂંટણીને લઇને હલચલ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે ગોવાની મુલાકાતે જઇ રહ્યા છે. તેઓ ગોવામાં શિરોડી સહિત કુલ બે જગ્યાએ જનસભા સંબોધિત કરશે. તો સાથે મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાના નેતૃત્વમાં ચૂંટણી કમિશનરની ટીમ ગોવાના ત્રણ દિવસીય પ્રવાસે છે. જેઓ 2022માં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનરની અધ્યક્ષતામાં રાજનીતિક દળના પ્રતિનિધીઓ સાથે બેઠક શરૂ થઇ છે. આ ઉપરાંત તેઓ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને પોલીસ અધિક્ષકો સાથે પણ વાતચીત કરશે. જ્યારે 22 ડિસેમ્બરે ચૂંટણીની તૈયારી માટે દેખરેખ રાખવા મુખ્યસચિવ, ગૃહસચિવ તથા પોલીસ મહાનિર્દેશક અને અન્ય અધિકારીઓ સહિત રાજ્ય સરકારના પ્રતિનિધીઓ સાથે બેઠક કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply