જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ The USA Loves India!
Live TV
-
કાર્યક્રમ બાદ બન્ને નેતાઓ એકબીજાને ગર્મજોશીથી મળ્યા હતા
હાઉડી મોદી કાર્યક્રમમાં સંબોધન બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ The USA Loves India! ટ્રમ્પે પીએમઓના ટ્વીટર હેન્ડલથી શેર વિડિયો રિટ્વીટ કરતા લખ્યુ કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે..કાર્યક્રમ બાદ બન્ને નેતાઓ એકબીજાને ગર્મજોશીથી મળ્યા હતા.પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને અમેરિકાનું સૌથી નજીકનું સહયોગી મિત્ર ગણાવતા કહ્યુ કે અમેરિકામાં વસેલા ભારતના લોકો વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન આપી રહ્યા છે.
ટ્રમ્પે કહ્યુ કે પીએમ મોદી અને હું ભારત અને અમેરિકાને જોડવા માટેના સંબંધોનો જશ્ન મનાવવા આવ્યા છીએ..ભારતીયોનું અમેરિકામાં હોવું તે સૌભાગ્યની વાત છે.હું એ વાત કહી શકુ છું કે આપને ડોનાલ્ડ ટ્રમ્પથી શ્રેષ્ઠ મિત્ર નહી મળે.પીએમ મોદી આ વાત જાણે છે..બન્ને દેશોના બંધારણ ત્રણ શબ્દોથી શરૂ થાય છે..વી ધ પીપલ.. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકો ઉભરતા ભારત જોઈ રહ્યા છે.મોદીના નેતૃત્વમાં ભારત 30 કરોડ લોકોને ગરીબીથી બહાર લાવી શક્યુ છે..અમેરિકાના રાષ્ટ્રપતિએ એનબીએ પ્રતિયોગિતામાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી..જેના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને પરિવાર સાથે ભારત આવવાનું આમંત્રણ આપ્યુ..
