પાકિસ્તાનને ટ્રમ્પનો સંદેશ - ભારતની સાથે મળીને કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદ સામે લડશે
Live TV
-
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદ માટે ભારત - અમેરિકા સહયોગ પર પણ મુક્યો ભાર
હાઉડી મોદી કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે પહોંચેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વિના કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. ટ્રમ્પે કહ્યું કે અમે નિર્દોષ લોકોને કટ્ટર ઇસ્લામિક આતંકવાદથી બચાવવા માટે પ્રતિબદ્ધ છીએ. ટ્રમ્પે જ્યારે આ કહ્યું, ત્યારે તે સમયે પીએમ મોદી સહિત સ્ટેડિયમમાં હાજર દરેક લોકો ઉભા રહીને તાળીઓ વગાડી.. તેમણે કહ્યું કે બંને દેશો મળીને લડશે. ટ્રમ્પે પોતાના ભાષણમાં સરહદ સુરક્ષાનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, આપણી બંને માટે અમારી સરહદોનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે, અમે બંને એક સાથે પગલા લઈશું. ટ્રમ્પના નિવેદનને પાકિસ્તાનની ઘુસણખોરીના પ્રયાસોના જવાબ તરીકે જોવામાં આવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "બંને દેશો સલામતીની દ્રષ્ટિએ સાથે મળીને કામ કરી રહ્યા છે." કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદ સામે આપણે બંને એક થઈને લડશું. યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત જાણે છે કે આપણા લોકોને સુરક્ષિત રાખવા માટે અમારી સરહદોનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે દેશમાં સલામતીનો ખતરો નહીં આવવા દઇશું. ગેરકાયદેસર સ્થળાંતર રોકવા માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે.
હાઉડી મોદી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ વિરુદ્ધ સખત અભિગમ દાખવવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરાહના કરી હતી. એક સંબોધનમાં તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના પાકિસ્તાનની આતંકવાદને પ્રોત્સાહન આપવા બાબતે આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, જે વ્યક્તિઓ પોતાનું ઘર નથી સંભાળી શકતા તેઓ ભારત પ્રત્યે નફરત ફેલાવે છે.
પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાઉડી મોદી કાર્યક્રમમાં ભવ્ય એન્ટ્રી લીધી હતી. સ્ટેજ પર પહોંચતા પહેલા ટ્રમ્પે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. ડ્રમના અવાજમાં પીએમ મોદી અને ટ્રમ્પ સ્ટેજ પર પહોંચ્યા.
