ઝાંસીનું વર્લ્ડ ક્લાસ સ્ટેશન ઝાંસી અને નજીકના વિસ્તારોમાં વધુ પ્રવાસન અને વાણિજ્ય સુનિશ્ચિત કરશે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
ભારતમાં વિકાસ હરણફાળ ભરી રહ્યો છે ત્યારે દેશના અલગ અલગ શહેર, જિલ્લામાં રેલ્વે સ્ટેશન કે એરપોર્ટનું અનાવરણ થતું રેહતું હોઈ છે. એવામાં ઝાંસીના રેલ્વે સ્ટેશનને આધુનિક સ્ટેશનમાં ફેરવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઝાંસીનું વર્લ્ડ ક્લાસ સ્ટેશન ઝાંસી તેમજ નજીકના વિસ્તારોમાં વધુ પ્રવાસન અને વાણિજ્ય સુનિશ્ચિત કરશે. મોદીએ એમ પણ કહ્યું કે સમગ્ર ભારતમાં આધુનિક સ્ટેશનો રાખવાના પ્રયાસોનો આ એક અભિન્ન ભાગ છે.
ઝાંસીના સંસદસભ્ય અનુરાગ શર્માએ ટ્વિટ કરીને બુંદેલખંડના લોકો માટે ઝાંસીને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવાની મંજૂરી આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો પણ આભાર માન્યો હતો.
ઉત્તર પ્રદેશના ઝાંસીના સાંસદ દ્વારા ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું; "ભારતભરમાં આધુનિક સ્ટેશનો ઊભા કરવાના અમારા પ્રયાસોનો એક અભિન્ન ભાગ, આ ઝાંસી તેમજ નજીકના વિસ્તારોમાં વધુ પ્રવાસન અને વાણિજ્ય સુનિશ્ચિત કરશે."
